GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો: એક યુવાનનું મોત

WANKANER:વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક બાઇક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો: એક યુવાનનું મોત

 

 

Oplus_0

વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકાથી આગળ આજે સવારે એક ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું, જ્યારે અન્ય એક યુવાનને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો..

Oplus_0

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકાથી આગળ જતાં આજે સવારે નવ વાગ્યાની આસપાસ એક ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં અહીંથી પસાર થતાં ટ્રક નં. GJ 32 T 8394 ના ચાલકે બેદરકારી પૂર્વક પોતાનું વાહન ચલાવી એક ડબલ સવારી બાઇક નં. GJ 03 FQ 8930 ને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતના બનાવમાં બાઇક ચાલક અમરશીભાઈ નંદાભાઈ ઉઘરેજા (ઉ.વ. ૨૭, રહે. દિવાનપરા, વાંકાનેર) ના શરીર પર ટ્રકના વ્હીલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું, જ્યારે અન્ય એક યુવાન વિજયભાઈ વસંતભાઈ દલસાણીયા (ઉ.વ. ૨૭, રહે. નવાપરા, વાંકાનેર) ને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે….

Oplus_0

Back to top button
error: Content is protected !!