GUJARATMORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana)માળીયા(મી)ના બોડકી ગામે તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો ઝડપાયા 

MALIYA (Miyana)માળીયા(મી)ના બોડકી ગામે તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

 

 

માળીયા(મી) તાલુકાના બોડકી ગામે ગ્રામ પંચાયત પાછળ જાહેરમાં તીનપત્તીના જુગારની બાઝી માંડી બેઠેલા છ શકુનીઓને માળીયા(મી) પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે કુલ ૫૦ લાખ ૨૮ હજાર ૩૫૦નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર માળીયા(મી) પોલીસે પૂર્વ બાતમીને આધારે તાલુકાના બોડકી ગામે દરોડો પાડી ગ્રામપંચાયત પાછળ જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા દિલીપભાઇ ધરમશીભાઇ દેશાઇ ઉવ.૫૪ રહે.બોડકી તા માળીયા મી, વશરામભાઇ છગનભાઇ ચડાસણીયા ઉવ.૬૨ રહે.બોડકી તા.માળીયા મી, અશોકભાઇ અમરશીભાઇ સુવારીયા ઉવ.૫૨ રહે.બોડકી તા માળીયા, જયેશભાઇ કાળુભાઇ રાઠોડ ઉવ.૩૩ રહે.બોડકી તા.માળીયા મી, લક્ષ્મણભાઇ વાઘજીભાઇ માકાસણા ઉવ.૬૫ રહે.બોડકી તા માળીયા મી, અબ્દુલભાઇ કાદરભાઇ સૈયદ ઉવ.૫૩ રહે.આમરણ,દાવલશાવાશ તા. જી.મોરબીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૨૮,૩૫૦/- તથા વોલ્વો કંપનીની એસ -૯૦ કાર રજી. જીજે-૩૬-એએલ-૦૦૭૮ સહિત કુલ કિ.રૂ.૫૦,૨૮,૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!