MORBI:ચોમાસુ શરૂ થતા ની સાથે વૃક્ષારોપણ ના કાર્યક્રમો યોજાયા!
MORBI:ચોમાસુ શરૂ થતા ની સાથે વૃક્ષારોપણ ના કાર્યક્રમો યોજાયા!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
હાલના ગ્લોબીગ વોર્મિંગ ના કારણે આ ઉનાળામાં હીટવેવ ની અસર વધુ જોવા મળી છે ત્યારે વૃક્ષ વાવવાની તાતી જરૂરિયાત હોય મોરબી જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિવએ દરેક ગામના સરપંચોને વધુને વધુ વૃક્ષોરોપણ થાય તેવો અનુરોધ કર્યો હતો. તેના ભાગરૂપે ચમનપર ગામે અને નાના ભેલા ગામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાઈ ગયો હતો. ચમનપર ગામ નાં સરપંચ જયેશભાઇ નાં જણાવ્યા મુજબ તેમનાં ગામ લોકો નાં સહકારથી નાનાં પંખી ખાય તેવા એક હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે નાના ભેલા ગામના હિંમતભાઈ કાવર નાં જણાવ્યા મુજબ નાનાભેલા ગામે
સ્મશાનમાં ૩૦ વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને તેની માવજત માં પાણી પૂરું પાડવા માટે ટપક લાઇન ફીટ કરી છે જેથી પાણી નો બગાડ થાય નહિ અને દરેક રોપાઓ નેં વ્યવસ્થિત પાણી મળતું રહે. તેમના આ કાર્યક્રમમાં ગામ નાં ……હેમતભાઈ, નારણબાપા , ભાવેશભાઈ , વિજયભાઈ વાધડિયા, દિપેનભાઈ વાધડિયા, બાલુભાઇ વાધડીયા, હાર્દિક વાઘડીયા, તરુણભાઈ, ધનશ્યામ કાકા, જીતુભાઈ , પાર્થ વનગરા વગેરે જોડાયા હતા.