GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબી રોટરીગ્રામ (અ) પ્રા.શાળામાં ઉજવાયો પ્રવેશોત્સવ!

MORBI: મોરબી રોટરીગ્રામ (અ) પ્રા.શાળામાં ઉજવાયો પ્રવેશોત્સવ!

 

 

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
રાજ્ય સરકાર દ્વારા ૨૬ મી જૂન ૨૦૨૪ થી ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં આવેલી સરકારી શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આજરોજ તારીખ :- ૨૭/૬/૨૦૨૪ રોજ અમરનગર, રોટરીગ્રામ (અ.), શકિતનગર ગામે ત્રણેય શાળાના સંયુક્ત કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, અધિક સચિવશ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એચ. કે. વઢવાણીયા અને પાણી પુરવઠા વિભાગના દાણીદારીયા , બંને ગ્રામપંચાયત અમરનગર, શકિતનગરના સરપંચશ્રી, SMC સમિતિ તેમજ ગામલોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.જેમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ માં ૫૧ બાળકોને ઉત્સાહભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજ રોજ વેન્ટો ગ્રુપના સંજયભાઈ કોટડીયા તેમજ સ્વર્ગસ્થ સુંદરજીભાઈ ભુરાભાઈ પાડલીયાના સ્મરણાર્થે પુત્ર નરેન્દ્રભાઇ અને પુત્રવધુ અલ્કાબેન તરફથી રોટરીગ્રામ (અ.) પ્રા.શાળાના ૭૦ બાળકોને એક એક જોડી યુનિફોર્મ આપવામાં આવેલ તેમનું અધિકારી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.તેમ શાળાના આચાર્ય મણિલાલ વી. સરડવા ની યાદી માં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!