MORBI:મોરબીના વીસીપરા વિસ્તારમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરી નજીક પાણી ભરાતા અલગ-અલગ વિસ્તારોના રહીશો પરેશાન.
MORBI:મોરબીના વીસીપરા વિસ્તારમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરી નજીક પાણી ભરાતા અલગ-અલગ વિસ્તારોના રહીશો પરેશાન.
જલ્દીથી જો પાણી દૂર કરવામાં નહીં આવે તો આ જ ગંદુ પાણી નગરપાલિકા ઠાલવવામાં આવશે – સ્થાનિકો
થોડા વરસાદ પડતાની સાથે જ નગરપાલિકાની પ્રીમોનસૂનની કામગીરી પર પાણી ફરી ગયું હોય તેવા દ્રશ્યો મોરબી શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતા હોય છે ત્યારે ગતરોજ પડેલા વરસાદની સાથે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ગુજરાત મેરીટાઈમ બોર્ડની કચેરીની સામે જ પાણી ભરાયા હોય તેના કારણે સ્થાનિકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત મેરીટાઇમ બોર્ડની કચેરી નજીક પાણી ભરાતા ની સાથે ત્યાંના રોહીદાસ પરા, વીસી પરા જેવા 10 અલગ અલગ વિસ્તારોના રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. થોડા વરસાદની સાથે જ પાણી ભરાઈ ગયું છે જેના કારણે મોરબી નગરપાલિકાની અણ આવડત થી કરવામાં આવેલ પ્રિમોન્સૂનની કામગીરી પર જાણે પાણી ફરી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ઉપરાંત પ્રજાના ટેક્સના રૂપિયાનો નગરપાલિકા દ્વારા વેડફાટ કરવામાં આવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે ત્યાંના રહીશોએ જણાવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે જોવા પાણી દૂર કરવામાં નહીં આવે તો આ જ પાણી મોરબી નગરપાલિકાના પ્રાંગણમાં અને કચેરીમાં ઠાલવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.