AHAVADANG

Dang: શામગહાન અને ગાઢવિહિર ગામે નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય કેમ્પનો 200 થી વધુ દર્દીઓ લાભ લીધો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ શામગહાન તેમજ પુર્વપટ્ટી વિસ્તારમાં આવેલ ગાઢવિહિર ગામમાં, ગત તારીખ 29 અને 30 જૂનનાં રોજ નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય કેમ્પ યોજવામા આવ્યો હતો.
નિહાર ચેરિટેબલ સંસ્થાના ટ્રસ્ટ્રીશ્રી ડો.મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમા, સ્થાનિક વિસ્તારના 200 થી વધુ દર્દીઓની સારવાર કરી, તેઓને નિઃશુલ્ક દવાઓનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.
આયુર્વેદિક કેમ્પમા નિહાર ચેરિટેબલ ટ્રસ્ટના ડો.પિયુષભાઇ મકવાણા દ્વારા કુદરતી ઉપચારો વિશે લોકોને સમજણ આપવામા આવી હતી. સાથે જ શરીરને તંદુરસ્ત રાખવા માટેના ઉપાયો, વ્યસન મુક્તિ, યોગા તેમજ કુદરતી દવાઓની ઉપયોગીતા વિશે લોકોને જાણકારી આપવામા આવી હતી. સાથે જ ખેતરમા કામ કર્યા બાદ સ્વચ્છ પાણીથી હાથ પગ ધોવા, તેમજ પીવાના પાણીમાં કાળજી રાખવા અંગે જણાવ્યું હતુ.આ બન્ને આરોગ્ય કેમ્પમા શરદી, ખાંસી, કફ, સાંધાનો દુઃખાવો, દાંતના દર્દીઓ, તેમજ અન્ય બીમારીઓ ધરાવતા દર્દીઓને નિઃશુલ્ક દવાઓ વિતરણ કરવામા આવી હતી. ઉલ્લેખનિય છે કે, નિહાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પહેલા પણ ડાંગ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમા નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજવામા આવ્યા હતા. અત્યાર સુધી ૧૫૦૦થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો છે. આયુર્વેદિક કેમ્પમા શ્રી અક્ષયભાઈ રાદડીયા, શ્રી રાકેશ સુરવાડે, શ્રી હસમુખભાઇ ઠાકોર દ્વારા મહત્વની ભૂમિકા અદા કરવામા આવી હતી.
આ પ્રંસગે ગાઢવિહિર ગામના માજી સરપંચ હર્ષદભાઈ સામાજીક કાર્યકર પ્રદિપભાઇ સુંર્યવંશી, તેમજ શામગહાન સેંન્ટ ઝેવીયર સંસ્થાના કિરીટ પટેલીયા સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!