વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં અંતરીયાળ ગામ ખાતે એક 18 વર્ષીય મુક – બધિર, મંદ બુદ્ધિની યુવતી રહેતી હતી.જેનો ગેરલાભ લઈને હાલમાં સુંદા ગામ ખાતે રહેતા શાંતારામભાઈ રાવજીભાઈ સુર્યવંશી ( હાલ રે.સુંદા તા.આહવા જી.ડાંગ મૂળ રહે. જામલાપાડા , તા.આહવા જી. ડાંગ)નાઓએ તેણીના ઘરના પાછળના ભાગેની ખુલ્લી પજારીમાં ખેંચી જઈ બળાત્કાર ગુજાર્યો હતો.ત્યારે આ સમગ્ર બનાવને લઈને આહવા પોલીસ મથકનાં પી.એસ.આઈ. એ.એચ.પટેલે બી.એન.એસ.૨૦૨૩ ની કલમ ૬૪(૧),૬૪(૨), ડ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..