GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી કુ.મહેશ્વરીબેન પી.અંતાણી એ ભારતીય શાસ્ત્રીય  નૃત્ય “ભરતનાટ્યમ” માં વિશારદ થઈ ” હેટ્રીક ” બનાવી.

MORBI:મોરબી કુ.મહેશ્વરીબેન પી.અંતાણી એ ભારતીય શાસ્ત્રીય  નૃત્ય “ભરતનાટ્યમ” માં વિશારદ થઈ  ” હેટ્રીક ” બનાવી.

 

 

” અગર ચાહો તો આસમાન મે સુરાગ હો સકતા હે…
એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો”…
સખત પરિશ્રમ નો કોઈ જ વિકલ્પ નથી હોતો અને  શીખવા માટે ની કોઈ જ ઉમર નથી હોતી , એ વાત  ૬૪ વર્ષ ના સિનિયર સીટીઝન કુ. મહેશ્વરીબેને સાબિત કરી બતાવી છે. પોસ્ટ ઓફિસ માંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ સમય નો સદઉપયોગ કરવા તેમણે શાસ્ત્રીય નૃત્ય શીખવા ની શરૂઆત કરી. પ્રથમ તેઓ ‘ *જયપુર* ‘ ઘરાના માં કથક વિશારદ થયા.

ડિસેમ્બર-૨૦૨૩ માં ‘ લખનઉ ‘ ઘરાના માં પ્રતિષ્ઠિત શાસ્ત્રીય નૃત્ય તાલીમ સંસ્થા શ્રી નટવરી નૃત્યમાલા ક્લાસિકલ ડાન્સ ક્લાસીસ- રાજકોટ ના કથક નૃત્ય કલાગુરૂ વંદનીય શ્રીમતી ડો. હર્ષાબેન ઠક્કર ના સ્નેહાળ માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી, પ્રથમ વર્ગ માં કથક વિશારદ થયા.અને હવે એપ્રિલ – ૨૪ માં અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ – મુંબઈ , દ્વારા  લેવાયેલ  ભરતનાટ્યમ વિશારદ પૂર્ણ ની પરીક્ષા  પ્રથમ વર્ગ માં પાસ કરી તેઓ ભરતનાટ્યમ માં પણ વિશારદ થયા છે. ભરતનાટ્યમ ની સઘન તાલીમ તેમણે પ્રતિષ્ઠિત  ‘તાંડવ નર્તન ‘ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલાસિકલ ડાન્સ, રાજકોટ , ના ગુજરાત ગૌરવ પુરસ્કાર સન્માનિત  ભરતનાટ્યમ નૃત્ય કલાગુરૂ શ્રી જીજ્ઞેશભાઈ સુરાણી અને  કુ. ક્રિષ્નાબેન સુરાણી ના સ્નેહાળ માર્ગદર્શન હેઠળ લીધેલ.આમ કુ. મહેશ્વરી બેને ભારતીય શાસ્ત્રીય  નૃત્ય શૈલી માં ત્રણ વાર વિશારદ ની ડિગ્રી પ્રાપ્ત કરી ને હેટ્રિક બનાવી છે.

Back to top button
error: Content is protected !!