DANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં નાંદનપેડા ગામ ખાતે કરંટ લાગવાથી બે બળદ મોતને ભેટ્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

પ્રાપ્ત માહિતી અનુસાર  ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં નાંદનપેડા ગામ ખાતે ગુલાબભાઈ ખાનુભાઈ વાનાણી પોતાના ખેતરમાં બળદને હળ સાથે જોતરી જમીન ખેડી રહ્યા હતા.તે દરમિયાન ખેતરમાંથી પસાર થઈ રહેલ વીજ ફીડર 11 કે.વી.ની વીજ લાઇનમાંથી અચાનક સિમેન્ટના પોલ પર વીજનો પ્રવાહ ઉતરી આવ્યો હતો.અહી ખેતરમાં હળ સાથે જોતરેલ બન્ને બળદો વીજ પોલ પાસેથી પસાર થતા તેઓને અચાનક જ વીજ કરંટ લાગતા સ્થળ પર ફસડાઈ પડ્યા હતા.સ્થળ પર વિજકરંટનાં પગલે બંને બળદોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.જોકે ખેડૂત ગુલાબભાઇ વાનાણીનો ચમત્કારિક બચાવ થયો હતો.આ બનાવની જાણ આહવા વિજવિભાગનાં કર્મચારીઓને થતા તેઓ તુરંત જ ઘટના સ્થળે દોડી ગયા હતા.હાલમાં આહવા વીજ કંપનીના અધિકારી વી.ડી.પટેલે તાત્કાલિક ધોરણે આ  વીજળીનું ફીડર બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..

Back to top button
error: Content is protected !!