GUJARAT:મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે યુવાનો માટે લાડલા સ્કીમ શરૂ કરી, તો ગુજરાતમાં કેમ નહિ?:આપ
મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે યુવાનો માટે લાડલા સ્કીમ શરૂ કરી, તો ગુજરાતમાં કેમ નહિ? મોરબી આમ આદમી પાર્ટીના યુવા નેતા પંકજ રાણસરિયાનો ગુજરાત સરકારને સીધો સવાલ મહારાષ્ટ્રની ભાજપ સરકારની લાડલા યોજના અંતર્ગત ધોરણ 12 પાસ ને 6000, ડિપ્લોમા કરેલ વ્યક્તિને 8000 અને દરેક ગ્રેજ્યુએટ થયેલા વ્યક્તિને 10000 રૂપિયા પ્રતિ માસ ચૂકવવામાં આવશે.આ પહેલા મહારાષ્ટ્ર સરકારે 21 થી 60 વર્ષની મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી.મધ્યપ્રદેશમાં પણ ભાજપ સરકાર લાડલી યોજના ચલાવી રહી છે, જે અંતર્ગત મહિલાઓને દર મહિને 1200 થી લઈને 3000 રૂપિયા સુધીની સહાય મળે છે.
રાજસ્થાનમાં ભાજપ સરકાર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે. ગુજરાતમાં જ્યારે પણ આમ આદમી પાર્ટીએ યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની વાત કરી અને મહિલાઓને પણ મહિલા સન્માન રાશિ આપવાની વાત કરી ત્યારે ભાજપના નેતાઓએ આ યોજનાઓને રેવડી કહીને ગુજરાતના લોકોનું અપમાન કર્યું હતું. ભાજપને ગુજરાતમાં લોકોએ 30 વર્ષથી ખોબલેને ખોબલે વોટ આપ્યા તો શા માટે ભાજપને ગુજરાતના યુવાનો અને મહિલાઓ પ્રત્યે કોઈ લાગણી નથી? આમ આદમી પાર્ટી ના યુવા નેતા પંકજ રાણસરિયા ની માંગણી છે કે ગુજરાતની માતા બહેન દીકરીઓને દર મહિને મિનિમમ 1,500 થી 3000 રૂપિયા ચૂકવવામાં આવે. અમારી એ પણ માંગણી છે કે 12 પાસ યુવાનોને 6000, ડિપ્લોમા પાસને 8000 અને ગ્રેજ્યુએટ યુવાનને 10,000 રૂપિયા પ્રતિ માસ ચૂકવવામાં આવે. અમારો ભાજપ સરકારને સવાલ છે કે મહારાષ્ટ્રની ભાજપ સરકારે આ યોજનાઓ અંતર્ગત લોકોને દર મહિને પૈસા ચૂકવવાનું શરૂ કર્યું છે તો શું ગુજરાતની ભાજપ સરકાર મહારાષ્ટ્રની ભાજપ સરકારની યોજનાઓને રેવડી કહેશે? દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ બાબતનો ખુલાસો કરે કે શું તેઓ ગુજરાતના લોકોને બેરોજગારી ભથ્થું અને આર્થિક સહાયતાની રાશી આપવા માંગો છો કે નહીં? અને જો નથી આપવા માંગતા તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર જે પૈસા આપી રહી છે શું તે રેવડી છે કે નહિ?