GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

હાલારના રમતવીરોને મળશે સરકારી સહાય

 

*જામનગરમાં વિવિધ રમત ગમત ક્ષેત્રના ખેલાડીઓ આર્થિક સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે*

*જામનગર (નયના દવે)

રાજ્ય સરકારશ્રીના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વિવિધ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સ્પર્ધાઓ, રાજ્યના એસોસીએશન દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષા, રાષ્ટ્રીય કક્ષા અને રાજ્ય કક્ષાના ગુજરાત રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસિંહજી બારીયા એવોર્ડ આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.

ગુજરાત રાજ્યના જે ખેલાડીઓ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા થયેલ હોય, તો તેઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસિંહજી બારીયા એવોર્ડ માટે અરજી કરેલ અને પાત્રતા ધરાવતા ખેલાડીને ઉક્ત એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તેમજ રાજ્યના સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સ્પર્ધાઓ અને એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ભાગ લેનાર ખેલાડીઓને માટે કૃતિકા આપવાની યોજના અમલમાં છે.

ગુજરાત રાજ્યના જે ખેલાડીઓ ગત વર્ષ 2023- 24 ના રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા થયેલ હોય, તો તેઓને શિષ્યવૃત્તિ માટે રૂ.2,500 અને ગત વર્ષે 2023- 24 ના રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધેલો હોય, તો તેઓને વૃતિકાના રૂ.2,000 આપવાની યોજના અમલમાં છે. નિવૃત રમતવીરોએ પોતાની કારકિર્દી દરમ્યાન રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્ર કક્ષાએ મેડલ મેળવેલ હોય, તો તેવા રમતવીરને માસિક રૂ.3,000 પેન્શન આપવાની યોજના અમલમાં છે.

રાજ્યના રમતગમત મંડળોને માન્યતા અને અનુદાનની યોજના અંતર્ગત ચાલતા તેમજ નવા રમત ગમત મંડળો શરૂ કરવા અંગેની યોજના અમલમાં છે. રાજયમાં વ્યાયામની પ્રવૃતિઓ ચલાવતી, બંધારણીય રીતે સ્થાપિત થયેલી અને નિયમોનુસાર ચાલતી વ્યાયામ શાળાઓને માન્યતા અને રૂ.1,00,000 નું અનુદાન આપવાની યોજના અંતર્ગત હાલમાં ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવે છે.

તેમજ અંબુભાઈ પુરાણી એવોર્ડ માટે રાજયમાં વ્યાયામની પ્રવૃતિઓ ચલાવતી, બંધારણીય રીતે સ્થાપિત થયેલી અને નિયમાનુસાર ચાલતી અને અત્રેની કચેરી દ્વારા વ્યાયામ શાળાઓને માન્યતા હોય તેમાં જે વિશિષ્ટ કામગીરી કરેલી હોય તેવા વ્યકિતઓ માટે સન્માન રૂપે રૂ.51,000 ના રોકડ પુરસ્કાર અંગેની યોજના અમલમાં છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જતા ગુજરાતના ખેલાડીઓને રૂ.75,000 ની મર્યાદામાં આર્થિક સહાય આપવા અંગેની યોજના યોજના અમલમાં છે. જેનો લાભ મેળવવા માંગતા ખેલાડીને આર્થિક સહાય ચુકવવામાં આવે છે.

ઉકત જણાવ્યા અનુસાર તમામ યોજનામાંથી જે યોજનાનો લાભ મેળવવા માંગતા હોય, તો તે તમામ ખેલાડીઓ પાસેથી 2023- 24 ના વર્ષ માટેની અરજીઓ મંગાવવામાં આવે છે. જે માટે અત્રે જણાવેલ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઈટ https://sportsauthority.gujarat.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરી શકાશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી શ્રી બી.જે.રાવલીયા, જામનગર શહેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

*000000*

Back to top button
error: Content is protected !!