ઘરેથી નીકળી ગયેલ યુવતીને પરિવાર સાથે મિલન કરાવતી ગોધરા 181 અભયમ ટીમ
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના એક વિસ્તારમાંથી જાગૃત વ્યક્તિ દ્વારા કોલ કરીને જણાવેલ કે એક 14 15 વર્ષની યુવતી જંગલ વિસ્તારમાં રસ્તા ઉપર બેસી રહેલ છે તેમની મદદ માટે 181 પર જાણ કરેલ. ગોધરા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી.થર્ડ પાર્ટી દ્વારા જણાવેલ કે આ યુવતી એકલા એકાદ કલાકથી રસ્તા પર બેસી રહ્યા છે અને રડ્યા કરતા હતા.સાંજનો સમય હતો અને જંગલ વિસ્તાર હોવાથી અહીંયા જંગલી પશુઓ વધારે હોય છે યુવતી સાથે વાતચીત કરતા તેઓ માનસિક રીતે તો અસ્વસ્થ હોય તેવું જણાતું હોય જેથી મદદ માટે 181 જાણ કરી. 181 ટીમ દ્વારા યુવતીનું સફળ કાઉન્સિલિંગ કરતા યુવતીએ તેમનું નામ સરનામું જણાવ્યું. યુવતી એ કાલોલ તાલુકાના ગામ વિશે જણાવતા.યુવતીએ જણાવેલ સરનામાં વિશે ત્યાંના સરપંચ સાથે વાતચીત કરી કરતાં સરપંચે જણાવ્યું કે આ યુવતી તેમના ગામની જ છે અને અવારનવાર ઘરેથી નીકળી જાય છે. જેથી સરપંચ પાસેથી તેમનું પુરૂ સરનામું મેળવી 181 ટીમ દ્વારા યુવતી ને તેમના ફેમેલીમાં મમ્મી અને કાકાને સોંપવામાં આવેલ.