Halvad:ઝૂમ બરાબર ઝૂમ નશાની હાલતમાં:હળવદ તાલુકાના પંચાયતની કારોબારી સમિતિના ચેરમેનના પતિ ઝડપાયા
Halvad:ઝૂમ બરાબર ઝૂમ નશાની હાલતમાં:હળવદ તાલુકાના પંચાયતની કારોબારી સમિતિના ચેરમેનના પતિ ઝડપાયા રીપોર્ટ વિશાલ જયસ્વાલ હળવદ
હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વિદેશી દારૂની હેરાફેરી પર પોલીસે લાલ આંખ કરી છે પરંતુ રાજકીય વગ ધરાવતા લોકો નશાની હાલતમાં બેફામ બનીને કાયદો ખિસ્સામાં હોય તેમ સિન સપાટા નાંખતા હોય છે જેને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે જેમાં હળવદ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન હર્ષાબેનના પતિ મહેશભાઈ કોપાણીયા નશાની હાલતમાં કાર ચલાવતા હોય તેને લઈ હળવદ પોલીસે કાર સાથે ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકા પંચાયત કચેરીમાં રણછોડગઢ બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી વિજેતા જાહેર થયેલા હર્ષાબેનના પતિ મહેશભાઈ કોપણીયા ગતરાત્રિના નસાની હાલતમાં કાર ચલાવતા હોવાથી હળવદ પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાર જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. હળવદમાં ભાજપના નેતા જ નશાની હાલતમાં ઝડપાઈ જતા ચારે તરફ ચર્ચાઓએ જોર પકડ્યું છે.