BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયાના ફુલવાડી નજીક એમ્બ્યુલન્સે ટક્કર મારતા બાઇક સવાર બે ઇસમોને ઇજા

ઝઘડિયાના ફુલવાડી નજીક એમ્બ્યુલન્સે ટક્કર મારતા બાઇક સવાર બે ઇસમોને ઇજા

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}

 

બાઈક ચાલક જે કંપનીમાં ફરજ બજાવતો હતો તે જ કંપનીની એમ્બ્યુલન્સ સાથે તેનો અકસ્માત થયો

 

ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા

 

 

અંકલેશ્વર નજીકના કોસમડી ગામની એક સોસાયટીમાં રહેતા અજયભાઈ પાટીલ ઝઘડિયા જીઆઇડીસીની બિરલા સેન્ચ્યુરી કંપનીમાં ફરજ બજાવે છે, ગતરોજ રાત્રીના સમયે અજય પાટીલ તથા એનો મિત્ર ધર્મવીરસિંગ કંપની પરથી ફરજ બજાવી ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઝઘડિયા તાલુકાના ફૂલવાડી નજીક બોરોસીલ કંપની ફાટક વાળા રસ્તેથી પસાર થતા હતા તે દરમિયાન બિરલા સેન્ચ્યુરી કંપનીની એમ્બ્યુલન્સના ચાલકે તેની એમ્બ્યુલન્સ ગફલતભરી રીતે અને પૂર ઝડપે હંકારી અજય પાટીલ તથા ધર્મવીરસિંગની બાઈક સાથે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં બંને બાઈક સવારો ગંભીર રીતે ઘવાતા તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, અકસ્માતમાં અજય પાટીલ તથા ધર્મવીરસિંગને માથાના ભાગે હાથના ભાગે તથા પગના ભાગે ઇજાઓ તથા ફેકચર થયુ હતુ, ઘટના સંદર્ભે અજય પાટીલના ભાઈ વિજય તુકારામ પાટીલે ઝઘડિયા પોલીસ મથકે બિરલા સેન્ચ્યુરી કંપનીના એમ્બ્યુલન્સના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!