NAVSARI
બીલીમોરા આઇ.ટી.આઇ.ખાતે બીજા તબકકામાં પ્રવેશ કામગીરી શરૂ:ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
બીલીમોરા આઇ.ટી.આઇ.ખાતે ચાલતા ટ્રેડોમાં બીજા તબકકામાં ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી તા.૦૨/૦૮/૨૦૨૪ સુધી ચાલુ રહેશે. ફોર્મ ભરવાની કામગીરી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન કરવામાં આવી છે. ઉમેદવારોએ રજીસ્ટ્રેશન, ફોટો અપલોડ, રજીસ્ટ્રેશન ફી રૂા.૫૦/-, ફોર્મ કન્ફર્મેશન, મોક રાઉન્ડ ચોઇસ ફીલીંગ, ફાઇનલ રાઉન્ડ ચોઇસ ફિલીંગ, પ્રોવિઝનલ એડમિશનની તમામ કામગીરી ઘરે બેઠા ઇન્ટરનેટ માધ્યમથી કરી શકાશે. પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોને સંસ્થા ખાતે વિનામૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવશે. જે માટે જરૂરી પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે. આ અંગે વધુ માહિતી માટે બીલીમોરા આઇ.ટી.આઇ.નો સંપર્ક કરવા જણાવાયું છે.