MORBI:મોરબીના રફાળેશ્વરમાં ગઢવી સમાજના વ્યક્તિઓ પર થયેલ એટ્રોસિટી ફરીયાદ અંગે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર
MORBI:મોરબીના રફાળેશ્વરમાં ગઢવી સમાજના વ્યક્તિઓ પર થયેલ એટ્રોસિટી ફરીયાદ અંગે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર
રફાળેશ્વર ગામે ગત તારીખ 24 ના બનેલ બનાવ બાબતે ગઢવી સમાજના વ્યક્તિઓ પર દાખલ કરેલ ખોટી એટ્રોસિટી ની કલમ સાથે સમાજની સમરસતા ને ખંડિત કરવા માગતા અસામાજિક તત્ત્વો વિરૂદ્ધ કાયૅવાહી કરવાની માંગ સાથે રફાળેશ્વર ગઢવી સમાજ અને તેમની સાથે દલિત સમાજની બહેનો સાથે આગેવાનોએ મોરબી જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું
૨૪/૦૭/૨૦૨૪ ના રાત્રે બનેલ બનાવ જેમાં પોલીશ ફરિયાદ થયેલ છે. તેનો રજીસ્ટર ગુના ના૧૪૩૬/૨૦૨૪ છે.રાત્રે બનેલ બનાવ જેમાં ફરીયાદ થયેલ છે અને ફરિયાદી બનેલ મીનાબેન ગીરધરભાઈ વાઘેલા તથા તેમનો પુત્ર પારસ ઉર્ફે સુલતાન અને તેના પિતા ગીરધરભાઈ તથા તેનો નાનો પુત્ર મનોજ ઉર્ફે સોયબ જેઓ નો માનસિક ત્રાસ ઘણા સમયથી અન્ય ગ્રામજનો ને પણ છે. તેઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો છે તેનો પુત્ર પારસ હાલજ પાસા માંથી છૂટી ને આવેલ છે. આ લોકો દારૂ ના ધંધાર્થીઓ છે તથા આ લોકો ઉપર પ્રોહીબીસન તથા લુંટ ચલાવી તેવાપણ ગુનાઓ છે તથા આ લોકો કોઇ પણ અન્ય સમાજ ના લોકો પાસેથી એટ્રોસિટી એક્ટ નો ગેર લાભ ઉઠાવી ને રૂપિયા પડાવાનો પણ આ લોકો નો ધંધો છે. જો રૂપિયા ના આપે તો આ લોકો એવી ક્રિમીનલ માનસિકતા ધરાવતા લોકો છે.કે તેના ઉપર ખોટા કેસો કરવા તથા ખોટી રીતે ઝગડા કરી સમાજ માં દુષણ ફેલાવે છે.
આ અગાઉ પણ રફાળેશ્વરમાં રહેતા ગઢવી સમાજના અન્ય બે વ્યક્તિઓ ઉપર આ લોકોએ એટ્રોસીટી એક્ટ હેઠળ ખોટો ગુનો દાખલ કરેલ છે. જેમાં નામદાર હાઈકોર્ટએ આખી ફરિયાદ ક્રોસિંગ કરેલ છે અને પછી પણ આ પારસ વાઘેલા તથા તેના પરિવારજનો એ અમારી સમાજના અન્ય પ્રવીણભા ઉપર પણ ખોટા એટ્રોસીટીના કેસો કરવા પ્રયત્નો કરેલ અને આ લોકોની કનડગત અવાર નવાર સાંભળવા મળેલ છે અને આવા દુષણો આખા ગામને લાંચન લાગે એવા કૃત્યો અવાર નવાર કરતા રહે છે અને ગામમાં રહેતા લોકોને પંજવણી કરે છે તો આજ રોજ અમે રફાળેશ્વર ગઢવી સમાજ ના તમામ લોકો આપ સાહેબ ને આ આવેદન મારફત જાણ કરીએ છીએ કે ૨૪/૦૭/૨૦૨૪ નો બનાવ અમારા સમાજના યુવાનોને ફસાવવા માટે તથા આ લોકોએ ખોટા રૂપિયા પડાવવા માટે કરેલ કાવતરું હતું અમારા ગામના વતનીઓ સંપૂર્ણ ભાઈચારા થી ગામ લોકો સાથે રહે છે. અને આ બનાવ માં આરોપી તરીકે બતાવવા માં આવેલ ૭ લોકો માં ૫ લોકો દલિત સમાજ ના તથા ૨ લોકો ગઢવી સમાજ ના છે. તો દલિત સમાજ ના લોકો સાથે હોઈ અને કોય અન્ય સમાજ ના વ્યક્તિ દલિત સમાજ પ્રત્યે જાતિ વિષે હળધુત કરે તો કોઈ પોતાના સમાજ વિષે શાંખી ન લે આ બનાવ સંપૂર્ણપણે વિચારેલું અને હેરાન કરી ફસાવા માટે નું કાવતરું છે. જેને અમે સમગ્ર ગઢવી સમાજના લોકો વખોડી કાઢીએ છીએ તથા એસ પી ને આવેદન આપી અને જણાવવા માંગીએ છીએ કે ફરિયાદી પક્ષ સંપૂર્ણ પણે ખોટા છે. અમારી અરજી ધ્યાન માં લઇ આ લોકો પર યોગ્ય કાર્યવાહી કરી પગલા લઈ અમારી આ માંગણી ને ધ્યાને લેવા તથા આવા સમાજના દુષણોને યોગ્ય કાર્યવાહી માંગ