HALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના રણમલપુર ગામે અલગ અલગ બે દરોડામા ૧૦ ઈસમો જુગાર રમતા ઝડપાયા

Halvad:હળવદના રણમલપુર ગામે અલગ અલગ બે દરોડામા ૧૦ ઈસમો જુગાર રમતા ઝડપાયા

 

 

પ્રથમ:હળવદ પોલીસ મથકના કોન્સ.સાગરભાઈ તથા મયુરભાઈને મળેલ બાતમીને આધારે તાલુકાના રણમલપુર ગામે દરોડો પાડતા શક્તિભાઈ ભોરણીયાની વાડીની બાજુમાં ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર જુગારીને પકડી લેવામાં આવ્યા હતા. જેમાં શક્તિભાઈ કરશનભાઈ ભોરણીયા ઉવ.૨૫, અશોકભાઈ ધનજીભાઈ આદ્રોજા ઉવ.૪૨, નિલેશભાઈ ઘનશ્યામભાઈ ત્રેટીયા ઉવ.૩૨ ત્રણેય રહે.રણમલપુર તા.હળવદ જી.મોરબી તથા બાબુભાઈ કાનજીભાઈ પાટડીયા ઉવ.૪૫ રહે.ઘણાંદ તા.હળવદવાળાની જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૪૫,૨૩૦/- સાથે અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હળવદના રણમલપુર ગામે જાહેર શેરીમાં તીનપત્તીનો  જુગાર રમતા ૬ ઝડપાયા

હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે રણમલપુર ગામે દરોડો પાડતા જાહેર શેરીમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા નાગરભાઈ જાદુભાઈ વિરાણી ઉવ.૪૨, મહેશભાઈ જયંતીભાઈ પારેજીયા ઉવ.૩૦, ઉમેશભાઈ જયંતીભાઈ દવે ઉવ.૩૦, ઘનશ્યામભાઈ ધીરૂભાઈ વિરાણી ઉવ.૪૧, વાસુદેવભાઈ જસરાજભાઈ વરમોરા ઉવ.૫૩, રાજેશભાઈ શામજીભાઈ વરમોરા ઉવ.૪૯ બધા રહે.રણમલપુર તા.હળવદ જી.મોરબીવાળાને પકડી લેવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૭,૦૬૦/- કબ્જે લઈ તમામ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!