DAHODGUJARAT

દાહોદ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી નો શપથવિધિ સમારોહ

તા. ૧૧. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી નો શપથવિધિ સમારોહ

લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨ ૩૨ એફ વન રીજીયન ચાર અને ઝોન બે માં લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટી અને એબિલિટી ક્લબ નો શપથવિધિ સમારોહ તારીખ. ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ કોન્ફરન્સ હોલ ખાતે સાંજે સાત કલાકે આયોજિત થયો  શપથવિધિના પુરોહિત તરીકે પાસ્ટ મલ્ટીપલ કાઉન્સિલ ચેરમેન એમ જે એફ લાયન જે પી ત્રિવેદી દ્વારા કલબ ના વિવિધ હોદ્દેદારોને શપથ લેવડાવ્યા હતા રીજીયન ચેરમેન લા હેમંત વર્મા અને ઝોન ચેરમેન લા રાજેશકુમાર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા ગત વર્ષના પ્રમુખ લા તુલસીબેન શાહ મહાનુભાવો તથા લાયન્સ પરિવારના સૌ સભ્યોને આવકાર્ય હતા દાહોદ સીટી ના મંત્રી લા કમલેશ લીમ્બાચીયા એ શપથ લીધા ત્યારબાદ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ના પ્રમુખ તરીકે પાંચમી વાર લા સેફીભાઈ પીટોલવાલા શપથ ગ્રહણ કર્યા હતા તથા લાયન્સ ક્લબ ઓફ એબિલિટી ના પ્રમુખ તરીકે લા સુરેશ ભૂરા એ શપથ લીધા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેબિનેટ સેક્રેટરી લાયન યુસુફી કાપડિયા દ્વારા કરવામાં ગોધરા થી લા શૈલેષભાઈ શેઠ લા સત્યેન્દ્રભાઈ સોલંકી ,લા અનિલ અગ્રવાલ તથા અન્ય ક્લબના સભ્યો તથા લાયન પરિવારના સભ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Back to top button
error: Content is protected !!