AHAVADANG

સાપુતારા પોલીસની ટીમે ચક્કાજામમાં ફસાયેલા મહેસાણાનાં 22 પ્રવાસીઓને સુરક્ષિત રીતે કાઢી ગંતવ્ય સુ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ગુજરાતનાં મહેસાણાનાં 4 પરિવારોના 22 સભ્યો નાસિક થઈ સાપુતારા તરફ આવી રહ્યા હતા.જોકે  રાત્રિના અરસામાં મહારાષ્ટ્રનાં બોરગાવ ઉંબરપાડા દીગર ચેકપોસ્ટ પર ચક્કાજામમાં ફસાઈ ગયા હતા.જે બાદ સાપુતારા પોલીસ મથકની ટીમ તેમની મદદે પહોંચી અને તમામ ને સુરક્ષિત લઈ આવી પોતાના ઘરે રવાના કરવામાં આવ્યા હતા.મહેસાણાનાં 4 પરિવારના 22 સભ્યો 6 જેટલી ફોર વ્હીલમાં  નાસિક માર્ગ પરથી સાપુતારા તરફ આવી રહ્યા હતા.ત્યારે ગતરોજ શુક્રવારનાં રાત્રિના 11:00 વાગ્યાની આસપાસ નાસિક-સાપુતારાને જોડતા બોરગાવ ઉંબરપાડા  દીગર ચેકપોસ્ટ ખાતે ચક્કાજામનાં પગલે તેઓ ત્યાં ફસાઈ ગયા હતા.બાદમાં આ પ્રવાસીઓએ સુબિર શબરીધામનાં ટ્રસ્ટીને કોલ કરી આપવીતી સંભળાવી હતી.જે બાદ  સુબિર તાલુકાના શબરીધામના ટ્રસ્ટીએ રાત્રિના 11.30 વાગ્યાના અરસામાં સાપુતારા પી.આઈ. નિખિલભાઈ ભોયાનો સંપર્ક કર્યો હતો.જે બાદ પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલભાઈ ભોયા અને પોલીસ કર્મી  વિજયભાઈ થાપા, રંજીતભાઈ સહિત જી.આર.ડી.ના જવાનોની ટીમ  પગપાળા જઈને ફસાયેલા પ્રવાસીઓ પાસે પહોંચ્યા હતા.અને સાપુતારા પોલીસની ટીમે હથગઢનાં આજુબાજુના રસ્તાઓ પરથી 12 કિલોમીટરનો ચક્કર લગાવીને પ્રવાસીઓની ગાડીઓને સાપુતારા ચેકપોસ્ટ સુધી સુરક્ષિત રીતે લઈ આવ્યા હતા. ત્યાં પ્રવાસીઓને ચા-નાસ્તો આપ્યા બાદ તેમને તેમના ગંતવ્ય સ્થળે રવાના કરવામાં આવ્યા.સાપુતારા પોલીસની જહેમતનાં પગલે  22 પ્રવાસીઓ સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચી શક્યા હતા. ત્યારે આ પ્રવાસીઓ એ સાપુતારા પોલીસ ટીમનો આભાર માન્યો હતો તેમજ તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી..

Back to top button
error: Content is protected !!