GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO
દહેગામ તાલુકામાં હાલીસા ખાતે શ્રી સ્વસ્તિક હાઈસ્કૂલ હાલીસામાં ના શિક્ષક ડો.અસ્મિતા એમ. જેતપરીયાનું સન્માન કરાયું
ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણા આયોજિત વિદ્યોતેજક સન્માન સમારોહ યોજાયો જેમાં રાજ્યના શ્રેષ્ઠ સારસ્વત મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા જેમાં દહેગામ તાલુકામાં હાલીસા ખાતે શ્રી સ્વસ્તિક હાઈસ્કૂલ હાલીસામાં છેલ્લા નવ વર્ષથી સેવા બજાવતા *ડૉ. અસ્મિતા એમ. જેતપરીયાને શાળા પરિવારે શુભેચ્છા પાઠવેલ છે. અસ્મિતાબેને અત્યાર સુધીમાં રાજ્ય કક્ષાએ અને ઝોન કક્ષાએ ઇનોવેશન ફેરમાં ભાગ લીધેલ છે જેઓએ મનોવિજ્ઞાન વિષયને વધુ રસિક અને જીવનલક્ષી બનાવવા શાળામાં મનોવિજ્ઞાનની આગવી પ્રયોગશાળા બનાવી છે જેમાં જિલ્લાના ઘણા શિક્ષકો અસ્મિતાબેન પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે.