GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના ઢવાણા ગામે બનેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારને સીએમ રાહત ફંડમાંથી રૂ.૪ લાખની સહાય મળશે

Halvad:હળવદના ઢવાણા ગામે બનેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારને સીએમ રાહત ફંડમાંથી રૂ. ૪ લાખની સહાય મળશે

 

 

હળવદ તાલુકાના ઢવાણા ગામે ગત ૨૫ તારીખે મોડી સાંજે ગામની નજીક આવેલા વોકળામાં ટ્રેકટર તણાયું હતું જેમાં ૧૭ લોકો સવાર હતા. જેમાંથી વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ફાયરની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા ૯ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. અન્ય લોકોની શોધખોળ માટેનાં પ્રયાસો શરુ છે, જેમાં એન.ડી.આર.એફ.ની ટીમ અને બોટ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી છે. જેના પગલે અત્યાર સુધીમાં ૫ લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે.

Oplus_131072

સરકાર દ્વારા આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતો માટે સંવેદના વ્યક્ત કરી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી છે. સરકારના મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આ મૃતકોના પરિવારજનોને રૂ. ૪-૪ લાખ ચુકવવામાં આવશે. આ સહાયની મોરબી ખાતે આવેલા જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જાહેરાત કરી હતી.

Back to top button
error: Content is protected !!