ભરૂચ: ફાટા તળાવ પાસે મારૂતિ ઈકો કાર ગટરમાં ખાબકી, જેસીબી મશીનથી કારને બહાર કાઢવામાં આવી
ભરૂચના ફાટા તળાવ પાસે વરસાદી પાણી ભરાયા હોય એક મારૂતિ ઈકો કાર ગટરમાં ખાબકી હતી.આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ સ્થળ પર પહોંચી જેસીબી મશીનથી કારને બહાર કાઢ્યા હતા.
ભરૂચમાં ફાટા તળાવ વિસ્તારમાં ગાંધી બજાર સુધીનો માર્ગ બનાવવાનો બાકી હોય આ માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે.જ્યારે વરસાદી માહોલમાં આ માર્ગ પરથી દરેક વિસ્તારનું વરસાદી પાણી પસાર થાય છે.જોકે સ્થાનિક લોકોનું માન્યે તો માર્ગ નહિ બનવાના કારણે બારેમાસ પાણી ભરાય રહેલા જોવા મળે છે.જેના કારણે અનેક વાહનો ફસાઈ જવાના બનાવો બને છે.આજે બપોરના સમયે એક ઈક્કો કાર ચાલક આ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન આ માર્ગ પર પાણી ભરાઈ રહેલા હોય તે ગટરમાં ઉતરી ગયો હતો.જેથી અંદર સવાર લોકોના જીવ તાળવે ચોટયા હતાં.
આ ઘટનાની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાને કરતાં તેઓએ તાત્કાલિક ટીમ સાથે દોડી આવી જેસીબી મશીનની મદદથી ગટરમાં ઉતરી ગયેલી કારને સલામત રીતે બહાર કાઢી હતી.ત્યારે પાલિકા દ્વારા આ માર્ગને વહેલી તકે બનાવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
સમીર પટેલ…ભરુચ