WANKANER:વાંકાનેર તાલુકાની જામસર સીઆરસીનું વર્ષ 2024/25 નું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન પ્રાથમિક શાળા માટેલ ખાતે યોજવામાં આવ્યું
WANKANER:વાંકાનેર તાલુકાની જામસર સીઆરસીનું વર્ષ 2024/25 નું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન પ્રાથમિક શાળા માટેલ ખાતે યોજવામાં આવ્યું
વાંકાનેર તાલુકાની જામસર સીઆરસીનું વર્ષ 2024/25 નું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા માટેલ ખાતે યોજવામાં આવ્યું જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તૈયાર કરેલ અલગ અલગ વિભાગના મોડેલ પ્રદર્શિત કરવામાં આવેલ.બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જામસર સીઆરસી નરેન્દ્રસિંહ ચૌહાણ અને તાલુકા શાળા આચાર્યશ્રી સોલકી વિનોદભાઇ અને પેટા શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકો દ્વારા ઇનામ અને પ્રમાણપત્ર શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.
સમગ્ર આયોજન જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ ના માર્ગદર્શન હેઠળ શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી આદ્રોજા જીગ્નેશભાઈ અને શાળાના સમગ્ર સ્ટાફે ખૂબ મોટી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.