હિંમતનગરના રંગપુર ખાતે “સેવા સેતુ કાર્યક્રમ” યોજાયો
*હિંમતનગરના રંગપુર ખાતે “સેવા સેતુ કાર્યક્રમ” યોજાયો*
*******
*”સેવા સેતુ” કાર્યક્રમ દ્વારા જન-જનને ઘર આંગણે મળી રહ્યા છે સરકારી સેવાઓના લાભ*
****
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ નાગરિકોની રજૂઆતોનો ઉકેલ ઝડપથી આવે તે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં “સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે.જે અન્વયે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના રંગપુર પ્રાથમિક શાળા ખાતે તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભુમિકાબેન પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ આપવા “સરકાર તમારા દ્વારે’ ના આશયથી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં રંગપુર સહિત આજુબાજુના ગામના નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ, રાશન કાર્ડ,આવકનો દાખલો,જાતિનો દાખલો સહિતની ૫૫ જેટલી સેવાઓનો લાભ અપાય છે. હિંમતનગર તાલુકાના નાગરીકોને ઘર આંગણે વિવિધ સેવાઓનો લાભ મળી રહે તે માટે વહિવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં જિલ્લા ન્યાય સમિતિના ચેરમેનશ્રી,મામલતદારશ્રી અશોકભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી,વિવિધ વિભાગના કર્મચારીશ્રીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- પ્રતિક ભોઈ