આદર્શ વિદ્યાલય પૂર્વ પ્રાથમિક વિભાગમાં હસ્તકલા પ્રદર્શન યોજાયું
3 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષભાઈ વ્યાસ
વિસનગરના પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા હસ્તકલા પ્રદર્શન 28 સપ્ટેમ્બર 24 ના રોજ યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી વી.વી.ચૌધરી, મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, હોદ્દેદારશ્રી આઈ.બી.ચૌધરી તથા ખુમજીભાઈ ચૌધરી, આદર્શ વિદ્યાલયના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી, ઉ.પ્રા.વિ. આચાર્યશ્રી મુમતાજઅલીખાન પઠાણ વગેરેની ઉપસ્થિતિમાં હસ્તકલા પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. હસ્તકલા પ્રદર્શન થકી બાળકોની વિવિધ પ્રતિભાઓ તથા વિવિઘ હસ્તકલાઓ, વિવિધ શૈક્ષિણક મોડ્યુલ અને કલાત્મક રંગોળીઓ નિહાળીને સંકુલના સર્વ સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓ અભિભૂત થયા હતા.કેળવણી મંડળના હોદ્દેદરશ્રીઓએ તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ વિવિધ હસ્તકલા તૈયાર કરનાર બાળકોને તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.