અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : અત્યંત ગરીબ મહિલાનું ઘર નથી છતાં વેરો વસૂલવા ઉઘરાણી..? વૃદ્ધ મહિલા આવાસ યોજના થી વંચિત છે
અરવલ્લી જિલ્લાના અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ના પાપે લોકો અનેક સમસ્યા ઓ થી અને સરકારની યોજનાઓ થી લાભાર્થીઓ વંચિત રહી જાય છે,આવા અધિકારીઓ અને કર્મચારીઓની માનસિકતા ના કારણે તંત્રની છબી સામે પણ સવાલો ઉઠતા હોય છે,મેઘરજ ગ્રામ પંચાયતમાં જવાબદારો અમાનવીય અભિગમ અપનાવતા હોવાના મેઘરજ નગર ની વયોવૃદ્ધ વિધવા મહિલા આક્ષેપ કરી રહ્યા છે,મહિલા પોતાને સરકારની આવાસ યોજના નો લાભ મળે તે માટે પંચાયતમાં ધરમ ધક્કા ખાવા છતાં,વૃદ્ધ મહિલાની રજુઆત કોઈ સાંભળવા તૈયાર નથી,વૃદ્ધ મહિલા કેમ આવાસ યોજના થી વંચિત છે,જો વંચિત હોય તો સત્યતા તપાસી જવાબદાર સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે,કારણકે અત્યંત ગરીબ મહિલાનું ઘર નથી છતાં વેરો વસૂલવા ઉઘરાણી કરવામાં આવે છે,પાણી જેવી મૂળભૂત સુવિધા પણ ના મળતી હોવા ને લઈ, રીતસર આજીજી કરી રહેલી મહિલા ને ન્યાય મળે તે જરૂરી છે
અરવ