GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO
ગાંધીનગર બિરસા મૂંડા ભવન ખાતે આદિવાસી ભીલ સમાજે આવેદન પત્ર પાઠવ્યું
ગુજરાતમા આદિવાસી ભીલ સમાજને જાતિના દાખલા તેમજ અન્ય પ્રશ્ર્નોના નિરાકરણ મામલે આ.જા.વી કમિશ્નરને આવેદન પત્ર પાઠવ્યું હતુ.
૧૯૫૦ ના રહેઠાણના પુરાવાનો કાયદો રદ કરવા ૯૦ દિનનુ આપ્યુ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યમાં વર્ષો થી વસતા આવતા આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા માટે ૧૯૫૦ પહેલા ગુજરાત રાજ્યમાં રહેઠાણના પુરાવા હોય તેમને જ જાતિના દાખલા મળી શકે તેવો કાયદો રદ કરવાની માંગ સાથે ગુજરાત આદિવાસી ભીલ સમાજ A G Sના પ્રમુખ વિપુલભાઈ રાણાની રાહબરી હેઠળ અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા સમસ્ત આદિવાસી ભીલ સમાજના લોકોએ ગુરૂવારે ગાંધીનગર બિરસા મૂંડા ભવન ખાતે એકઠા થયા હતા.
સમાજના આગેવાનોએ આદિવાસી વિકાસ વિભાગના કમિશ્નરને ૧૭ પ્રશ્ર્નો ની લેખીત રજુઆત કરી ૯૦ દિનના અલ્ટીમેટમ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતુ.