GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી પ્રાંત અધિકારીશ્રી ડો.જનમ ઠાકોર સહિત પ્રાંત કચેરીના કર્મચારીઓએ વિકસિત ભારત બનાવવામાં પ્રતિજ્ઞા લીધી…
નવસારી જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે નવસારી પ્રાંત અધિકારીશ્રી ડો.જનમ ઠાકોર સહિત પ્રાંત કચેરીના કર્મચારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઇને વિકસિત ભારત બનાવવામાં પોતાનું યોગદાન આપવા નિશ્ચય કર્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.૦૭ થી તા.૧૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.