SAGBARA

સાગબારા તાલુકાના પાટી ગામના ગ્રામજનો સફાઈ અભિયાનમાં જોડાયા,

સાગબારા તાલુકાના પાટી ગામના ગ્રામજનો સફાઈ અભિયાનમાં જોડાયા,

વાત્સલ્ય સમાચાર

જેસિંગ વસાવા : સગબારા

 

નાગરિકોના સ્વભાવમાં સ્વચ્છતાની ભાવના કેળવાય તેવા ઉમદા આશય સાથે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ પુરજોશમાં આગળ વધી રહી છે, ત્યારે સાગબારા તાલુકાના પાટી ગામના ગ્રામજનોએ સ્વયંભુ હાથમાં ઝાડુ લઈને ગામના જાહેર સ્થળો, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓ, માર્ગો-સામુહિક શૌચાલયોની સામુહિક સફાઈ કરીને અન્ય ગ્રામજનોને પ્રેરક સંદેશો પાઠવ્યો છે.

 

સ્વચ્છતા ત્યાં પ્રભુતાના ભાવ સાથે ગ્રામજનો આગળ આવીને સ્વચ્છતા ઝુંબેશમાં પોતાની ઉમંગભેર ભાગીદારી અદા કરી રહ્યા છે ત્યારે ગ્રામજનોએ સ્વૈચ્છિક શ્રમદાન કરીને પોતાના ઘર, આંગણ, ફળિયા અને જાહેર સ્થળોની સફાઈ કરીને સ્વચ્છતા ઝુંબેશમાં પોતાનો સિંહફાળો આપવા માટે અનુરોધ કર્યો

હતો.

 

Back to top button
error: Content is protected !!