GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ

MORBI:મોરબીમાં ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ

 

 

વિદ્યાર્થીઓએ ગુજરાતની વિકાસ ગાથા અંગે વકૃત્વ અને નિબંધ સ્પર્ધા થકી છટાદાર રજૂઆત કરી

મોરબીમાં ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદીપ વર્માની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ શાળાઓમાં ભારતની વિકાસની યાત્રાને સમર્પિત એવા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીની ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી સંદીપ વર્માએ ગુજરાતના વિકાસના અનેક પાસાંઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ૨૩ વર્ષમાં થયેલા વિકાસને જોતા રાજ્યના વિકાસમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ભૂમિકા અને યોગદાન મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં યુવા વર્ગની સહભાગિતા, શિક્ષકશ્રીઓનો ફાળો અને સરકારી યોજનાઓના લાભો વિશે પણ વાત કરી હતી.

આ કાર્યક્રમમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં નિબંધ અને વકતૃત્વ સ્પર્ધામાં પોતાના વિચારો રજૂ કરતા ગુજરાતની વિકાસ ગાથામાં શ્રી નરેન્દ્ર મોદીની ભૂમિકા, ગુજરાતની વિકાસ ગાથા, છેલ્લા ૨૩ વર્ષમાં ગુજરાતમાં થયેલો વિકાસ, ગુજરાતના વિકાસમાં મોરબીનો ફાળો, ગુજરાતના વિકાસમાં શિક્ષકશ્રીઓનો ફાળો, ગુજરાતના વિકાસમાં જુદા-જુદા ક્ષેત્રમાં કાર્યરત અધિકારીશ્રીઓ અને તંત્રનો ફાળો, ગુજરાતના વિકાસમાં યુવા વર્ગની સહભાગિગીતા, ગુજરાતના વિકાસમાં જુદી-જુદી સરકારી યોજનાઓના લાભો સહિતના વિષયો પર વિદ્યાર્થીઓએ છટાદાર રજૂઆત કરી હતી.

આ કાર્યક્રમમાં ધી.વી.સી. ટેકનિકલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તથા મોરબીવાસીઓ સહભાગી બન્યા હતા અને કાર્યક્રમના અંતે સૌએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.

Oplus_131072

 

Back to top button
error: Content is protected !!