GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જીવાપર (ચ) ગામે વાડો અમારો છે તેમ કહી યુવક પર ત્રણ શખ્સોનો કુવાડી વડે હુમલો કર્યો

MORBI:મોરબીના જીવાપર (ચ) ગામે વાડો અમારો છે તેમ કહી યુવક પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો

 

 

મોરબી: મોરબી તાલુકાના જીવાપર (ચકમપર) ગામે યુવક પોતાના વાડામાં સાફ સફાઈ કરતા હતા ત્યારે આરોપી આવી વાડો અમારો છે તેમ કહી ફરીયાદીને ગાળો આપી બોલાચાલી કરી યુવકને કુહાડી તથા પાઈપ મારી ઈજા કરી હતી તેમજ યુવકના ભાઈ રસીકભાઇને પાઈપ વડે મારમાર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જીવાપર (ચકમપર) ગામે રહેતા શૈલેષભાઈ ઉર્ફે સંજો જયંતીલાલ હમીરપરા (ઉ.વ.૨૭) એ આરોપી દેવજીભાઈ મનજીભાઈ સનુરા, પ્રવીણભાઈ દેવજીભાઈ સનુરા તથા પુનિતભાઈ દેવજીભાઈ સનુરા રહે. બધા જીવાપર (ચકમપર) ગામ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના વાડામા સાફ સફાઇ કરતા હોય ત્યારે આરોપી આવી આ વાડો અમારો છે તુ કેમ સાફ કરેશ તેમ કહી ફરીયાદિને ગાળો આપી બોલાચાલી કરતા આરોપીઓએ ફરીયાદિને પકડી રાખી માથામા કુહાડી મારી તથા પગમા પાઇપ મારી ફેકચર જેવી ઇજા કરી ફરીયાદિના ભાઇ સાહેદ રસીકભાઇને જમણા હાથમા તથા વચ્ચલી આંગળીમા તથા માથાના પાછળના ભાગે લોંખડનો પાઇપ મારી મુંઢ ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!