વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગહાન ગામે બસ સ્ટેન્ડની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે હિરામણભાઈ ટી. ગાવિત (સામાજિક આગેવાન) અને ડૉ. અખિલેશજી પાંડે (સહ પ્રાંત કાર્યવાહ, રા.સ્વ.સંઘ, ગુજરાત પ્રાંત) ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં હિંદુત્વના આધારે વ્યક્તિ નિર્માણ કરીને રાષ્ટ્રનું પુનઃનિર્માણ કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રયાસો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતુ. હિરામણભાઈ ગાવિત અને ડૉ. અખિલેશજી પાડેએ પોતાના પ્રવચનોમાં હિંદુ સમાજની એકતા અને સંસ્કૃતિના જતન પર ભાર મૂક્યો હતો. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉદ્દેશો અને કાર્યક્રમો વિશે માહિતી આપી હતી.આ કાર્યક્રમ દ્વારા શામગહાન ખાતે હિંદુત્વના વિચારોનો પ્રચાર થયો અને સમાજમાં એક નવી જાગૃતિ આવી હોય તેવું જણાઈ રહ્યું છે..