BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

આંક ફરકનો જુગાર ઝડપાયો, ભરૂચ જિલ્લાના ઉમ્મલા ગામની રાવણનગરીમાંથી આંક ફરકનો જુગાર ઝડપાયો, પોલીસે એક મહિલા સહિત બે લોકોની અટકાયત કરી

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ LCB ટીમે ઉમલ્લાના પાણેથા ગામે રાવણ નગરી ખાતે ચાલતા આંક ફરકનો જુગાર રમતી એક મહીલા સહીત 2 આરોપીઓને કુલ કિં.રૂ.11 હજારનો મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.જેમાં ઝડપાયેલા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં દારૂ અને જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી કડક અને અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આદેશ આપ્યા હતા.જેના અનુસંધાને LCB પીઆઈ એમ.પી.વાળાના માર્ગદર્શનમાં પીએસઆઈ એમ.એમ.રાઠોડ તેમની ટીમ સાથે ઉમલ્લા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન માહિતી મળી હતી કે,પાણેથા ગામમાં રાવણ નગરીમાં રહેતા નીતલ અક્ષયભાઇ જયંતીભાઈ વસાવા તથા દિપકભાઇ ઉર્ફે સિલોન બચુભાઇ તડવી નીતલના ઘરના ઓટલા પર બેસી ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડાનો સટ્ટા બેટિંગનો જુગાર રમાડી રહેલા છે.
જે માહિતીના આધારે ટીમે પાણેથા ગામે રાવણ નગરી ખાતે આંક ફરકના જુગાર સ્થળે સફળ રેઇડ કરી નીતલ અક્ષયભાઇ વસાવા,દિપકભાઇ ઉર્ફે સિલોન બચુભાઇ તડવીને ઝડપી પાડયો હતો.તેમની પાસેથી અંગઝડતી રોકડા રૂ.11,290 તથા આંકડાનો સાહિત્ય તથા સાધનો મળી કુલ કિં.રૂ.11,290 નો મુદ્દામાલ સાથે એક મહિલા સહિત બે આરોપીને ઝડપી પાડી જુગાર ધારાની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી ઉમલ્લા પોલીસ મથકે ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!