TANKARA:ટંકારાના લજાઈ નજીક સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા; ડુપ્લીકેટ ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઇ!
TANKARA:ટંકારાના લજાઈ નજીક સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા; ડુપ્લીકેટ ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઇ!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં
ટંકારા તાલુકાના લજાઈ થી હડમતીયા રોડ પર સ્ટેટ મોનિટરીંગ સેલ ટીમે દરોડા પાડી ડુપ્લીકેટ ઓઇલ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી જેમાં ૭૦ થી વધુ બેરલ નકલી ઓઈલ અને મશીનરી મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડતા સ્થાનીક પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી જિલ્લામાંથી અવર નવાર ડુપ્લીકેટ દારૂ બનાવવાની બાબત ,ડુપ્લીકેટ ખાતર બનાવવાના કૌભાંડ ઝડપાયું હતું. તેમાં એક નકલી ઓઇલ બનાવવાની ઘટના સામે આવી છે જેમાં ટંકારા તાલુકાનાં લજાઈ થી હડમતીયા રોડ પર સ્થાનિક પોલીસ ટંકારા પોલીસને ઉંઘતી રાખીને એક ફેક્ટરી ડુપ્લીકેટ ઓઈલ બનાવતી હોવાની બાતમી મળતા બાતમીના આધારે ડુપ્લીકેટ ઓઈલ બનાવતી ફેક્ટરી પર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી અને ડુપ્લીકેટ ઓઈલ બનાવવાંના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા ફેક્ટરીમાંથી અંદાજે ૭૦ બેરલ જેટલો ડુપ્લીકેટ ઓઈલનો જથ્થો ઝડપી પાડયો હતો. તેમજ મશીનરી મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારે આ દરોડા બાદ સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે ત્યારે શું સ્થાનિક પોલીસ આ ડુપ્લીકેટ ઓઇલ બનાવતી ફેક્ટરી ચાલતી હોવા છતાં અજાણ હતી ? કે પછી પોલીસની મીઠી નજર થી જ ડુપ્લીકેટ ઓઈલની ફેક્ટરી ધમધમી રહી હતી તેવો સવાલ ઉભો થયો છે. હવે એ જોવાનું રહ્યું કે આ પ્રકરણમાં સ્થાનિક પોલીસ ખરેખર અજાણ હતી કે કેમ ? તે હવે આવનારા સમયમાં તપાસ દરમ્યાન જ જાણ થશે કે ખરેખર પોલીસની સંડોવણી હતી કે પછી તેની જાણ બહાર આ ઓઈલ બનાવતી હતી?