MORBI :મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને દીપક ફાઉન્ડેશન વચ્ચે બિન નાણાકીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા
MORBI :મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને દીપક ફાઉન્ડેશન વચ્ચે બિન નાણાકીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા
આયોજિત સમારોહમાં મોરબી જિલ્લાના માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે. એસ. પ્રજાપતિ
(આઇ.એ.એસ.) દ્વારા મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને દીપક ફાઉન્ડેશન, વડોદરા વચ્ચે સંગાથ” પ્રોજેકટ
માટે બિન નાણાકીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર હાથ ધરવામાં આવ્યા હતા.આ પહેલ દ્વારા મોરબી જિલ્લાના લાભથી વંચિત અને છેવાડાના લાભાર્થીને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો મહત્મ લાભ મળી રહેશે આ પહેલ પ્રવૃત્તિઓ હેઠળ અમલમાં મૂકવામાં આવી હતી.
દીપક ફાઉન્ડેશન એ ૧૯૮૨ થી સ્થપાયેલ એક સામાજિક સંસ્થા છે, જે સર્વગ્રાહી વિકાસ માટે વંચિત અને પહોંચ બહારના સમુદાયો સુધી તેઓના સશક્તિકરણ કરવા માટે ભારતના પાંચ રાજ્યો (ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને તેલંગાણા) માં કાર્યરત છે. ફાઉન્ડેશન મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ૧૧ ગામોમાં શરુઆત કરી હાલમાં કુલ ૫ તાલુકાનાં લગભગ ૫૦ ગામોમાં સરકારી યોજનાઓ વિશે જાગૃતતા અને તેની સેવાઓની પહોંચ વધારવાનું કામ પ્રોજેક્ટ *સંગાથ”ના ભાગરૂપે કરી રહેલ છે.વર્ષ ૨૦૨૦ થી શરૂ કરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધી માં નીચે મુજબ સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો માટેની અરજીઓની સુવિધા લોકોને પૂરી પાડવામાં આવેલ છે જેમાથી અંદાજિત ૯૫% જેટલી અરજીઓને સરકારશ્રીના જુદા જુદા વિભાગો દ્વારા મંજૂર કરવામાં આવી છે
આ પ્રસંગે શ્રી કિરણ બી. ઝવેરી એ ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારી યોજનાઓની જાગૃતિ અને તેને મેળવવા માટે સુલભતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તમને ફાઉન્ડેશનના આ સક્રિય અભિગમની પ્રશંસા કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ અભિગમ સમુદાયો માટે ખુબજ મૂલ્યવાન બની રહેશે.
આ કાર્યક્રમમાં, મોરબી જિલ્લાના માનનીય કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કિરણ બી. ઝવેરી, નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજેસી શ્રી એન એસ. ગઢવી (જી.એ.એસ.) જિલ્લાના અન્ય વિભાગોના સરકારી અધિકારીશ્રીઓ તથા પ્રતિનિધિશ્રીઓ, વાંકાનેર તાલુકામાંથી ઉપસ્થિત સરકારી અધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ, ઉપ-સરપંચશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ, આંગણવાડી કાર્યકર્તાઓ, આશા કાર્યકર્તાઓ, સ્કુલના પ્રિન્સિપાલ, વીસીઇ તેમજ દીપક ફાઉન્ડેશનના રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગના વડા શ્રીમતી સ્મિતા મણિયાર અને ફાઉન્ડેશનના અન્ય કર્મચારીગણ તેમજ “સંગાથ” પ્રોજેકટ અંતર્ગત જુદી જુદી યોજનાઓ નો લાભ મેળવનારા લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.