MORBi:મોરબી જિલ્લાની વરડુસર ગામની પ્રાથમિક શાળાની દીવાલો ‘બાલા પ્રોજેક્ટ’ દ્વારા બની જીવંત….
MORBi:મોરબી જિલ્લાની વરડુસર ગામની પ્રાથમિક શાળાની દીવાલો ‘બાલા પ્રોજેક્ટ’ દ્વારા બની જીવંત….
શાળાની દિવાલો ઉપર ભારતના સ્મારકો, સ્ટેચ્યુ ઑફ યુનિટી, પ્રાણીઓ, ઘડિયા, વાર્તાના ભીંત ચિત્રો કરાયા
મોરબીના જામસર સેન્ટર અંતર્ગત સમાવિષ્ટ શ્રી વરડુસર પ્રાથમિક શાળામાં વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આજકાલના આધુનિક સમયને ધ્યાનમાં રાખતા બાળકો વાંચેલું ભૂલી જાય અને બોલેલું યાદ ના રહે તેવું બને છે. સચિત્ર જોયેલું લાંબા સમય સુધી એમના માનસપટલ પર યાદ રહે છે, તેની સારી અસર પડે છે. જેના થકી બાળકો અનુભવજન્ય શિક્ષણ મેળવશે અને બાળકોની યાદશક્તિમાં વધારો પણ કરી શકાય છે.
એવા ઉમદા આશયથી સારી ટેવો, ભારતના સ્મારકો, સ્ટેચ્યુ ઑફ યુનિટી, પ્રાણીઓ, ઘડિયા, વાર્તા સ્વરૂપે દીવાલોમાં જીવંત કરવામાં બનાવવામાં આવેલી છે. બાલા પ્રોજેક્ટનું વાંકાનેરના બી.આર.સી. કો- ઓર્ડીનેટર શ્રી મયૂરરાજસિંહ પરમાર દ્વારા ઉદ્ઘાટન કરીને તેને બાળકો માટે ખુલ્લો મુકી એક ઉમદા કાર્ય કરાયુ છે.
આ પ્રવૃત્તિને સમગ્ર ગ્રામજનોએ અને વાલીશ્રીએ વખાણેલી છે અને આ સચિત્ર દીવાલોથી શાળાનું વાતાવરણ મોહક બન્યું છે. બાલા પ્રોજેક્ટને સફળ બનાવવા માટે અને જીવંત બનાવવા માટે શ્રી વરડુસર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પંકજભાઈ ધામેચા, એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રી અશોકભાઈ પંચાસરા, સમગ્ર શાળા પરિવાર, વાંકાનેર તાલુકાના બી.આર.સી. કો- ઓર્ડીનેટર શ્રી મયૂરરાજસિંહ પરમાર, જામસર સી.આર.સી. કો- ઓર્ડીનેટર શ્રી નરેન્દ્રસિંહ ચૌહાણનો ખૂબ જ સહકાર મળ્યો છે. મોરબી જિલ્લામાં બાળકોના શિક્ષણ સ્તરને સુધારવા માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.