GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બે વર્ષ પુર્ણ થતાં આત્માઓના મોક્ષાર્થ શાંતિ હવન યોજાયો

MORBI:મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બે વર્ષ પુર્ણ થતાં આત્માઓના મોક્ષાર્થ શાંતિ હવન યોજાયો

 

 

મોરબી : 30 ઓક્ટોબર 2022ની ગોઝારી, બિહામણી સાંજને મોરબી ક્યારેય નહીં ભૂલી શકે, મરણચીસોથી ગાજતો મચ્છુ નદીનો પટ્ટ, એમ્બ્યુલન્સના સાયરનોના કાન ફાડી નાખતા અવાજો અને લોકોના ટોળેટોળા વચ્ચે બચાવો….બચાવોના શબ્દો… મોરબીની મચ્છુ હોનારત અને ભૂકંપ કરતા પણ વધુ ભયાવહ ભાસતા હતા. 135 નિર્દોષ લોકો આંખના પલકારા જેટલા સમયમાં જ ઝૂલતા પુલ ઉપરથી સીધા જ નદીના ઊંડા અને ગંદા પાણીમાં ગરક થતા મોતને ભેંટ્યાની ઘટનાને બે વર્ષ પૂર્ણ થયા છે ૩૦ ઓક્ટોબર ૨૦૨૨, રવિવારની એ સાંજ જયારે મોરબીની શાન સમાન ઝૂલતો પુલ તૂટી પડતા કરુણાંતિકા સર્જાઈ હતી ઝુલતા પુલ પર ફરવા ગયેલ માસૂમ બાળકો, મહિલાઓ સહીત ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જે દુર્ઘટનાને આજે બે વર્ષ પૂર્ણ થતા મૃતકોના આત્માની શાંતિ અર્થે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું

 

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અજયભાઈ વાઘાણી, રાણેકવાળીયા દેવેશ મેરૂભાઈ, મુછ્ડીયા વાલજીભાઈ ધનજીભાઈ અને મુસાભાઈ બલોચ સહિતનાઓ દ્વારા આજે ઝૂલતો પુલ દુર્ઘટનાના બે વર્ષ પૂર્ણ થયાના અવસરે દિવંગતોની આત્માની શાંતિ અર્થે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું ઝૂલતો પુલ પાસે શાંતિ હવન યોજાયો હતો જેમાં મૃતકોના પરિવારજનોએ આહુતિ આપી હતી જે પ્રસંગે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા હવનમાં આહુતિ આપતી વેળાએ સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા હતા અને દુર્ઘટનાને બે વર્ષ વીત્યા છતાં આજે એ ક્ષણો ફરી તાજા થઇ હતી

Back to top button
error: Content is protected !!