MORBI:મોરબીના ભરતનગર ગામ પાસે કેન્ટીન પૈસાની ઉઘરાણી બાબતે યુવકના પિતા ઉપર છરી વડે હુમલો
MORBI:મોરબીના ભરતનગર ગામ પાસે આવેલ મેક્સ કારખાનની કેન્ટીન પૈસાની ઉઘરાણી બાબતે યુવકના પિતા ઉપર છરી વડે હુમલો
મોરબીના ભરતનગર ગામની સીમમાં આવેલ સોમાણી મેક્સ સિરામિક કારખાનાની કેન્ટીનમાથી આરોપીએ ઉધાર વસ્તુ લીધી હોય જે પૈસા યુવકના પિતાએ આરોપી પાસે માગતા આરોપીને સારૂં નહી લાગતા યુવકના પિતાને છરી વડે ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી પંચાસર રોડ નિલકંઠ પેલેસ એપાર્ટમેન્ટમા બ્લોક નં -૫૦૧મા રહેતા મયુરભાઈ કાન્તિલાલ શેરશીયા (ઉ.વ.૨૯) એ આરોપી આશુતોષ હર્ષદભાઈ વઘાડીયા (ઉ.વ.૨૩) રહે. રાધા પાર્ક શેરી નં -૦૧ તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના પિતા સાહેદ કાન્તીભાઇની કેન્ટીનેથી ચારેક માસથી રૂ. ૪૨૦૦/- ની વસ્તુ ઉધારે લીધેલ હોય જે પૈસા ફરીયાદીના પિતાએ આરોપી પાસે માંગતા તે આપતા ન હોય જેથી ફરીયાદીના પિતાએ અવારનવાર તેની પાસે માંગતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ કેન્ટીનમા આવી ફરીયાદીના પિતા કાંઇપણ સમજે તે પહેલા છરી વડે પેટના ભાગે તથા છાતીના ભાગે મારી નાંખવાના ઇરાદે ઘા મારી ગંભીર ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.