MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મેડિકલ કોલેજનો વિદ્યાર્થી ટેબલ ટેનિસમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ જીત્યો
MORBI:મોરબી મેડિકલ કોલેજનો વિદ્યાર્થી ટેબલ ટેનિસમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ જીત્યો
મોરબી GMERS મેડિકલ કોલેજના પ્રથમ વર્ષ MBBS માં અભ્યાસ કરતા વિધાર્થી વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદીએ FIESTA અંતર્ગત વિસનગર મુકામે સમગ્ર ગુજરાતના મેડિકલ સ્ટુડન્ટસ અને ફેકલ્ટી માટે યોજાયેલી ટેબલ ટેનિસ સિંગલ્સમાં ચેમ્પિયન થઈને ગોલ્ડ મેડલ અને ટ્રોફી જીત્યા હતા. તે બદલ મેડિકલ કોલેજના ડિન ડો નિરજ કુમાર બિશ્વાસ, ડો હિરેન સંઘાણી સર, ડો હેમંત મહેતા સર, ડો સંજય વિકાણી સર, ડો ગોવિંદદાસ અકબરી સર, ડો દિપ ભાડજા સર, ડો હાર્દિકા ઉપાધ્યાય મેડમ, ડો દિવ્યેશ વોરા સર સહિતના સમગ્ર સ્ટાફે તથા સ્ટુડન્ટસે અભિનંદન આપી સન્માનિત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વિસ્મય ત્રિવેદી અગાઉ વક્તૃત્વ સ્પર્ધામાં પણ ચાર વખત રાજ્ય કક્ષાએ ચેમ્પિયન થઈ ચૂક્યો છે.