૧૨ નવેમ્બર થી ૧૮ નવેમ્બર ૨૦૨૪ સુધી ભરૂચ-ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ સુધી જતો રસ્તો તમામ પ્રકારનાં વાહનો માટે ટ્રાફીક નિયમનનાં હેતુસર વન-વે જાહેર કરાયો
*****
વૈકલ્પિક માર્ગ – શુકલતીર્થથી મંગલેશ્વર-નિકોરા-ઝનોર થી નબીપુર ઓવરબ્રીજ પાસે ને.હા.નં. ૪૮ ઉપર થઈને પરત
આવી શકાશે
****
ભરૂચ – રવિવાર – ભરૂચ જીલ્લામાં આવેલ મોજે. શુકલતીર્થ ખાતે શુકલેશ્વર મહાદેવનો કાર્તિકી પૂનમનો ધાર્મિક મેળા તા.
૧૨/૧૧/૨૦૨૪ થી તા.૧૮/૧૧/૨૦૨૪ દરમ્યાન ભરાનાર છે. આ સમય દરમ્યાન વધુમાં વધુ ટ્રાફીક ભરૂચ-ઝાડેશ્વર
ચોકડીથી શુકલતીર્થ રોડ ઉપર રહે છે અને સામાન્ય દિવસોમાં પણ જાહેર જનતા આ જ રૂટનો ઉપયોગ અવર જવર માટે
કરતા હોય છે. આ પરિસ્થિતિમાં ઘણી વખત ને.હા.નં.૮ ઉપર ટ્રાફીક જામ થાય છે. આ પરિસ્થિતિનાં નિવારણ માટે
અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન.આર.ધાધલ, ભરૂચને સને-૧૯૫૧ નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(બી)
અન્વયે મને મળેલ સત્તાની રૂ એ ફરમાવું છું કે, ભરૂચ-ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ સુધી જતો રસ્તો તમામ પ્રકારનાં
વાહનો માટે જાહેર જનતાની સલામતી તથા ટ્રાફીક નિયમનનાં હેતુસર તા. ૧૨/૧૧/૨૦૨૪ થી તા. ૧૮/૧૧/૨૦૨૪
સુધી વન-વે રહેશે. તથા સદર માર્ગ ઉપરથી ફકત શુકલતીર્થ સુધી તમામ પ્રકારનાં વાહનો જઈ શકશે. પરંતુ પરત આ
માર્ગેથી આવી શકશે નહિ. આ હુકમ પોલીસ કે બીજા સરકારી અધિકારી કે જે પોતાની ફરજો અંગે બંદોબસ્ત માટે વાહન
લઈને ફરતા હશે તેઓને બંધનકર્તા રહેશે નહિ.
ઉપરોકત માર્ગ વન-વે જાહેર કરતાં વૈકલ્પિક માર્ગ તરીકે શુકલતીર્થ આવનાર વાહનો શુકલતીર્થથી મંગલેશ્વર-નિકોરા-ઝનોર
થી નબીપુર ઓવરબ્રીજ પાસે ને.હા.નં. ૪૮ ઉપર થઈને પરત આવી શકાશે તેમજ આ રસ્તાનો ઉપયોગ અવર જવર માટે
થઈ શકશે..તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ તરફથી મળેલી અખબારી યાદી માં જણાવામાં આવ્યું હતુ.તેમ અધિક
જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ તરફથી મળેલી અખબારી યાદી માં જણાવામાં આવ્યું હતુ.