MORBI:દિવસના પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખી વીજળીનો વ્યય કરતી મોરબી નગરપાલિકા પર પીજીવીસીએલનું ૧૨ કરોડનું માંગણું !!!
મોરબી, હળવદ અને માળિયા નગરપાલિકા પર વીજ કંપનીનું ૨૭.૬૧ કરોડનું બાકી લેણું, પાલિકાઓ ના વહીવટો પર ઉઠતાં સવાલો !!!
દિવસના પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખી વીજળીનો વ્યય કરતી મોરબી નગરપાલિકા પર પીજીવીસીએલનું ૧૨ કરોડનું માંગણું !!!
મોરબી, હળવદ અને માળિયા નગરપાલિકા પર વીજ કંપનીનું ૨૭.૬૧ કરોડનું બાકી લેણું, પાલિકાઓ ના વહીવટો પર ઉઠતાં સવાલો !!!
મોરબી જીલ્લામાં આવતી મોરબી નગરપાલિકાનો એ ગ્રેડમાં સમાવેશ કરાયો છે સિરામિક નગરી મોરબી આર્થિક રીતે સમૃદ્ધ છે જોકે અણધડ વહીવટને કારણે નગરપાલિકાની તિજોરી ખાલીખમ જોવા મળી છે સ્થિતિ એવી થઇ હતી કે પાલિકાના અધિકારીઓ અને ધારાસભ્યએ નગરજનોને વેરા ભરવા માટે અપીલ કરવી પડી હતી પાલિકાની તિજોરી ખાલીખમ થઇ ગઈ હતી મોરબીનો ઝૂલતો પુલ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ તૂટી પડ્યો હતો જેની પૂર્વે સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી નગરપાલિકા વીજબીલ ભરી દેતું હતું પરંતુ ત્યારબાદથી પાલિકા વીજબીલ ભરી શક્યું નથી આશરે બે વર્ષ જેટલા સમયથી વીજબીલ ભરવામાં આવ્યું નથી અને મોરબી પાલિકાનું બાકી વીજબીલ ૧૨ કરોડની રકમે પહોંચી ગયું છે.
મોરબી જીલ્લામાં ચાર નગરપાલિકાનો સમાવેશ થાય છે જે ચાર પૈકી ત્રણ નગરપાલિકાઓએ નાદારી નોંધાવી દીધી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે મોરબી, હળવદ અને માળિયા નગરપાલિકાના મળીને કુલ ૨૭.૬૭ લાખના વીજબીલ ભરવામાં આવ્યા નથી અને વીજ કંપનીનું ૨૭.૬૧ કરોડનું બાકી લેણું નીકળતું હોવાની ચોકાવનારી વિગતો પ્રાપ્ત થઇ છે
મોરબી ઉપરાંત હળવદ નગરપાલિકાની સ્થિતિ પણ સરખી જ જોવા મળે છે જેનું ૧૫ કરોડથી વધુનું વીજબીલ બાકી છે વર્ષોથી હળવદ પાલિકાએ વીજબીલની રકમ ચૂકવી નથી અને ૧૫ કરોડ સુધી બાકી બીલ પહોંચી ગયું છે તો માળિયા નગરપાલિકાનું બાકી વીજબીલ ૬૧ લાખ જેટલું પહોંચી ગયું છે અને જીલ્લાની મોરબી, હળવદ અને માળિયા એમ ત્રણ નગરપાલિકાના બાકી વીજબીલની રકમ ૨૭.૬૧ કરોડ સુધી પહોંચી ગઈ છે છતાં જવાબદાર ચીફ ઓફિસર કે પદાધિકારીઓના પેટનું પાણી હલતું નથી નગરપાલિકાના વોટર વર્કસ, ડ્રેનેજ લાઈન તેમજ સ્ટ્રીટ લાઈટ સાથે કચેરીમાં વપરાશ કરાતી વીજળીના બીલ બાકી છે જે સમયસર ભરાય તે જોવાની જવાબદારી કોની ? તે મોટો સવાલ છે મોરબી પાલિકાએ ૧૨ કરોડનું બાકી વીજબીલ ભરવા સરકારને ૧૦.૬૭ કરોડની ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત કરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે
મોરબી નગરપાલિકાન ઇન્ચાર્જ ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ બાકી વીજ બીલ અંગે જણાવ્યું હતું કે ૧૨ કરોડ જેટલું વીજબીલ બાકી છે જે અંગે સરકારમાં ગ્રાન્ટ માટે દરખાસ્ત કરવામાં આવી છે તેમજ વેરા વસુલાત સહિતની કામગીરી ચાલી રહી છે જે પૂર્ણ થયે બાકી બીલ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે.