BHARUCHGUJARAT

ઝેરી દવા પી યુવકે જીવન ટૂંકાવ્યું:આમોદના ધમણાદ ગામે 27 વર્ષીય યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ધમણાદ ગામે એક વ્યક્તિની મૃત્યુની શાહી સુકાઈ નહીં ત્યાં તો અન્ય એક 27 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું છે.જેના કારણે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઇ છે.આ મામલે આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આમોદ તાલુકાના ઘમણાદ રહેતો 27 વર્ષીય ઉમેશ ઉર્ફે ઓમવીર જયપાલ વસાવા નામનાં યુવકે કોઈ અગમ્ય કારણોસર મોનોકોટર જેવી 500 એમ.એલ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.જેથી તેને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.ઘટનાની જાણ આમોદ પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવી મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!