MORBI:મોરબીના વિસીપરા રોડ પરથી પિસ્ટોલ તથા જીવતા કાર્ટીઝ સાથે એક ઇસમ ઝડપાયો
MORBI:મોરબીના વિસીપરા રોડ પરથી પિસ્ટોલ તથા જીવતા કાર્ટીઝ સાથે એક ઇસમ ઝડપાયો
મોરબી સીટી બી ડીવીઝન પોલીસને બાતમી મળેલ હતી કે, મોરબી વિસીપરા મેઇન રોડ પટેલ જીનના પડતર પડેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં કાળા કલરનુ જાકીટ અને નીચે પીળા કલરનો શર્ટ તથા આછા વાદળી કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ ઇસમ તેનું નામ સદામ ઇલ્યાસ કટીયા રહે-મોરબી વીશીપરા વાળો પગે ચાલીને આંટાફેરા કરી રહ્યો છે. જે પોતાની પાસે એક દેશી હાથ બનાવટની પીસ્ટોલ રાખી ફરે છે. તેથી પોલીસે ઉપરોક્ત સ્થળ મુજબની તપાસ કરતા ઇસમ મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપી સદામ ઇલ્યાસભાઇ કટીયા (રહે.વિસીપરા ચાર ગોદામ પાછળ મોરબી) વાળા પાસેથી દેશી બનાવટની પીસ્ટલ નંગ 1 (કી.રૂ.10,000) તથા કાર્ટીઝ નંગ 2 (કિ.રૂ.200) સાથે મળી કુલ કિં.રૂ.10,200 સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ઝડપી લીધો હતો. તથા આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી અટક કરી ગુનો રજીસ્ટર કરાવેલ હતી.