MORBI ગુજરાત ઈન્ડીપેન્ડન્ટ પ્રી-સ્કૂલ એસોસીએશન દ્વારા મોરબી જીલ્લા કલેક્ટર આવેદન પાઠવ્યું
MORBI મોરબી ગુજરાત ઈન્ડીપેન્ડન્ટ પ્રી-સ્કૂલ એસોસીએશન દ્વારા જીલ્લા કલેક્ટર આવેદન પાઠવ્યું
પ્રી સ્કૂલમાં બી યુ પરમીશન તેમજ ભાડા કરાર સહિતના સરકારના નિયમોના વિરોધમાં આજે ગુજરાત ઈન્ડીપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસો દ્વારા મોરબી જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું
ગુજરાત ઈન્ડીપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસો. (પ્રોપોઝ્ડ) દ્વારા સરકારે પ્રી સ્કૂલ નોંધણી માટે જે આકરા નિયમો બનાવ્યા છે તેમાં વિસંગતતાઓ રહેલ છે જેથી આજે રાજ્યના વિવિધ સ્થળોની સાથે મોરબી ખાતે પણ આવેદન પાઠવી જણાવ્યું હતું કે સરકારના આકરા નિયમોને પગલે શાળા સંચાલકો પરેશાન છે અને વિવિધ માંગણીઓ કરી છે જેમાં કોઈપણ રેસીડેન્સીયલ, કોમર્શીયલ, એજ્યુકેશનલ, બી યુ પરમીશન માન્ય રાખવામાં આવે અને બી યુ પરમીશન ના હોવાના કિસ્સામાં સ્ટ્રકચરલ સ્ટેબીલીટી સર્ટીફીકેટને પણ માન્ય રાખવામાં આવે. ૧૫ વર્ષના રજીસ્ટર્ડ ભાડા કરારને બદલે સાદો ૧૧ મહિનાનો નોટરાઈઝડ ભાડા કરાર મંજુરી આપવામાં આવે તેમજ ટ્રસ્ટ/નોન પ્રોફિટ કંપની/સહકારી મંડળીની સાથે પ્રોપરાઈટર કે ભાગીદારીનો ઓપ્શન પણ પ્રી સ્કૂલ નોંધણી માટે હોવો જોઈએ તેવી માંગ કરી છે
મોટાભાગે પ્રી સ્કૂલો મહિલાઓ દ્વારા સંચાલિત છે જે નાના પાયે ૫૦ થી ૧૦૦ જેવી બાળકોની સંખ્યા સાથે શરુ કરે ચેહ અને પ્રી સ્કૂલ નજીક હોવાથી વાલીઓને પણ તેડવા મુકવામાં સગવડતા મળે છે એક કલાસમાં માત્ર ૧૫ થી ૨૫ બાળકો બેસતા હોવાથી બાળકોની સેફટીને ધ્યાનમાં રાખીને જ એડમીશન મેળવતા હોય છે આમ રજીસ્ટ્રેશન નિયમોમાં ફેરફાર કરવા માંગ કરી છે