GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમા રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા યુવક ગુમ થતા શોધખોળ

MORBI:મોરબીમા રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા યુવક ગુમ થતા શોધખોળ

 

 

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ફ્લોરાની બાજુમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ હળવદ તાલુકાના અજીતગઢ ગામના ૨૬ વર્ષના સરમણભાઈ પ્રભાતભાઈ રાઠોડ ૧૦ જૂન, ૨૦૨૪ના બપોરે ૧ વાગ્યે કોઈને કંઈ કહ્યા વિના ઘરેથી નીકળી ગયા છે. જે અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરી પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સામાકાંઠા વિસ્તારમાં ફ્લોરાની બાજુમાં રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા સરમણભાઈ પ્રભાતભાઈ રાઠોડ ૧૦ જૂન, ૨૦૨૪ના રોજ પોતાના ઘરેથી કોઈને કઈ કહ્યા વગર જતા રહ્યા હોય જે અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.૧૪ જુનના રોજ યુવક ગુમ થયા અંગે જાણવા જોગ નોંધ કરી પોલીસે ગુમ થયાની અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે. આ સાથે ઉપરોક્ત યુવક વિશે કોઈ માહિતી મળે તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ૦૨૮૨૨ ૨૪૨૬૫૧, મોરબી કંટ્રોલરૂમ ૦૨૮૨૨ ૨૪૩૮૭૮ અથવા તપાસ કરનાર પો. હેડ કોન્સ. વી.કે. ચાવડા મોબાઇલ નં. ૯૯૨૫૯ ૪૭૩૪૯ ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!