MORBI મોરબી નગરપાલિકા ૪૫(ડી) હેઠળના કામો પ્રોજેક્ટની વિગતો પાંચ માસથી ન આપતા ભ્રષ્ટાચારની શંકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
MORBI મોરબી નગરપાલિકા ૪૫(ડી) હેઠળના કામો પ્રોજેક્ટની વિગતો પાંચ માસથી ન આપતા ભ્રષ્ટાચારની શંકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા મોરબી નગરપાલિકા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપોની શંકા સાથે એક પ્રેસ યાદીમાં જણાવેલ છે કે મોરબી નગરપાલીકા કચેરી દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના, મોરબીને ઢોરમુક્ત બનાવવા નંદીઘ૨, ૪૫(ડી) હેઠળના કામો તેમજ ભુગર્ભ ગટરને લગતા કામો કરવામાં આવેલ છે. જે કામો પ્રજાના ટેકસની આવકમાંથી કરવામાં આવેલ છે અને તેમાં પ્રજાનો પરસેવો રેડાયેલ છે. જેથી ઉપરોકત કરેલ કામોની વિગતો ગત ૩૦ જુલાઈ ૨૦૨૪ના રોજથી વિરોધપક્ષ તરીકે માંગવામાં આવી હતી.
પરંતુ ઉપરોકત તમામ કામોમાં ક્યાંકને ક્યાંક ગેરરીતી અને ભ્રષ્ટાચાર થયો હોય, જેના રેકર્ડ હાલમાં નગરપાલીકા કચેરી ખાતેથી ગુમ થઈ ગયેલ હોય, તેવા શંકાના વાદળો ઘેરાઈ રહેલ છે. જો ઉપરોકત માહિતી પ્રજા સમક્ષ આવે તો તેમાં અનેક અધિકારીઓ તથા નેતાઓના ભ્રષ્ટાચારના ચહેરાઓ ખુલે તેમ છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જેના કારણે આજ દિન સુધી કોઈ પણ પ્રકારની માહિતી પુરી પાડવામાં આવેલ નથી. તેમ યાદીમાં જણાવાયું છે.