વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય ગૃહ મંત્રીની પ્રતિબદ્ધતા !
વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલે સંસદ ભવન દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ સાથે વલસાડ ડાંગના મત વિસ્તારને લગતા વિવિધ વહીવટી અને રાજકીય મુદ્દાઓ વિષે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી. આ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે આદિવાસી વિસ્તારના લોકોના સર્વાંગી વિકાસ માટે પોતે કટિબદ્ધ હોઈ તેઓએ પ્રતિબદ્ધતા સાથે વલસાડ ડાંગની જનતા માટેની લાગણીઓ,સ્મરણો માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તથા ધવલભાઈ પટેલની કામ કરવાની કાર્યશૈલીને બિરદાવી હતી.