GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં નંદીધર-45 (ડી) ના ખર્ચ સહિતની માહિતી ન આપતા કોંગ્રેસે પાલિકામાં કર્યો ગાયત્રી યજ્ઞ કર્યો

MORBI:મોરબીમાં નંદીધર-45 (ડી) ના ખર્ચ સહિતની માહિતી ન આપતા કોંગ્રેસે પાલિકામાં કર્યો ગાયત્રી યજ્ઞ કર્યો

 

 

મોરબી નગરપાલિકામાં થયેલા આવાસ યોજના, નંદી ઘર, ૪૫ ડી હેઠળના કામો તેમજ ભૂગર્ભ ગટરના કામો અંગે માહિતી અને હિસાબ માંગવા છતાં કોંગ્રેસને હિસાબ આપવામાં આવતો ના હોવાથી આજે આગેવાનોએ રેલી સ્વરૂપે ઢોલ નગારા સાથે પાલિકા કચેરી પહોંચી ગાયત્રી યજ્ઞ કર્યો હતો અને પાલિકાના શાસકોને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી વિરોધ નોંધાવ્યો હતો મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય ખાતેથી ઢોલ નગારા સાથે પાલિકા કચેરી પહોંચ્યા હતા જ્યાં ગાયત્રી યજ્ઞ કરી મંત્રોચ્ચાર કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો જે મામલે જીલ્લા પ્રમુખ કિશોર ચીખલીયાએ જણાવ્યું હતું કે ૫ મહિનાથી વિગતો અને હિસાબો માંગ્યા છે પરંતુ આપવામાં આવતા નથી જેથી આજે ગાયત્રી યજ્ઞ કરી વિરોધ નોંધાવ્યો હતો અગાઉ પાલિકામાં તમામ ૫૨ સદસ્યો ભાજપના હતા જેને તિજોરી તળિયાઝાટક કરી નાખી છે ત્યારે ધારાસભ્ય કેમ ચુપ છે તેવો સવાલ કર્યો હતો અને ભાજપ નેતાઓ કોભાંડમાં સંડોવાયેલ હોય તેવું સાબિત થાય છે

શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પાલિકામાં ભાજપના ૫૨ માંથી ૫૨ સદસ્યોના શાસનમાં થયેલા કામોનો હિસાબ માંગેલ છે પરંતુ માહિતી આપતા નથી ભૂતકાળમાં ધારાસભ્યએ વિજીલન્સ તપાસ માંગશું તેવી વાતો કરી હતું પરંતુ કોઈ પગલા ભરવામાં આવ્યા નથી શું કામ થયું અને શું થવું જોઈતું હતું તે હિસાબ આપે તો ભ્રષ્ટાચાર ખુલ્લો પડશે તેમ જણાવ્યું હતું જે મામલે ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ જણાવ્યું હતું કે માહિતી માંગવા માટે નમુનો અને નિયત ફોરમેટ હોય છે નિયત ફોર્મેટમાં માહિતી માંગનાર દરેક અરજદારને માહિતી પૂરી પાડવામાં આવે છે કોંગ્રેસ આગેવાનોને માહિતી ના મળવા અંગે જણાવ્યું હતું કે નિયત નમૂનામાં માહિતી માંગી નથી તેમ જણાવ્યું હતું

Back to top button
error: Content is protected !!