જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જૂનાગઢ પ્રેરિત તેમજ સમગ્ર શિક્ષા જૂનાગઢ આયોજિત વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જિલ્લા કક્ષાનો કૌશલ્યોત્સવ એટલે કે સ્કિલ કોમ્પિટિશનનું આયોજન આજરોજ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યુ હતું. ધો. ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાથે વ્યવસાયલક્ષી અભિગમ કેળવાય અને પોતાના મનપસંદ ક્ષેત્રમાં તે આગળ વધી શકે અને કૌશલ્યલક્ષી અભિગમ કેળવાય એ હેતુથી આયોજિત આ કૌશલ્યોત્સવમાં જૂનાગઢ જિલ્લાની ૪૨ શાળાઓના ૧૧૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી લતાબેન ઉપાધ્યાય, એન.આર.ઉમરડિયા આઈ.ટી.આઈ જૂનાગઢ, આરવી મોરવાડિયા મહિલા આઈ.ટી.આઈ, દેવેનભાઈ રાઠોડ ડી.ઈ.ઓ કચેરી, જલ્પાબેન ક્યાડા, જ્યોત્સનાબેન પરમાર સમગ્ર શિક્ષા જિલ્લા કોર્ડીનેટર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંદીપભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ