અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં NRLM યોજના અંતર્ગત ક્રેશ ક્રેડિટ કેમ્પ મેઘરજ તાલુકા પંચાયત ખાતે યોજવામાં આવ્યો
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં NRLM યોજના અંતર્ગત ક્રેશ ક્રેડિટ કેમ્પ મેઘરજ તાલુકા પંચાયત ખાતે યોજવામાં આવ્યો. જેમાં NRLM યોજના અંતર્ગત સખી મંડળના બહેનો ને બેંક લિંકેજ કરી રૂ. ૨૦૩.૫૦ (અંકે રૂપિયા બે કરોડ ત્રણ લાખ પચાસ હજાર પૂરા) નું લોન ધિરાણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ TDO રાકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ સતત પ્રયત્નો દ્વારા મેઘરજ તાલુકાના છેવાડા ની બહેનોને આર્થિક લાભ થાય અને આર્થિક ઉપાર્જન કરી પગભર થાય તેવા હેતુથી કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં મેઘરજ તાલુકા પંચાયતનાં પ્રમુખ જયાબેન મનાત,તાલુકા વિકાસ અધિકારી રાકેશભાઈ પટેલ,બેંક મેનેજરઓ તેમજ NRLM નો તમામ સ્ટાફ હાજર રહી કાર્યક્ર્મ ને સફળ બનાવ્યો હતો.